Thursday, October 17, 2013

પ્લાયવૂડ શું છે?

સુંવાળી સપાટીવાળું પ્લાયવૂડનું પાટિયું ફર્નિચર ઉપરાંત ઘણાં બધા ઉપયોગમાં આવે છે. પ્લાયવૂડ લાકડામાંથી જ બને છે. પ્લાય એટલે પડ અને વૂડ એટલે લાકડું. આમ તેના નામ ઉપરથી જ ખયાલ આવી જાય કે પ્લાયવૂડ લાકડાના પાતળાં પડ જોડીને બનાવેલું હોય છે. તમે તૂટેલા પ્લાયવુડનું અવકોલન કરશો તો આ પડ જુદા દેખાઈ આવશે. પ્લાયવૂડનાં પાટિયાં પાતળાં હોવા છતાંય મજબૂત હોય તેનું કરાણ તેના પડની ગોઠવણી છે. પ્લાયવૂડ બનાવવા માટે વૃક્ષના થડ ઉપરથી છાલ ઉતારી તેને વધુ લીસું બનાવાય છે. આ માટે તેને ગરમ પાણીમાં ડૂબાડી રખાય છે ત્યારબાદ નરમ બને ત્યારે યાંત્રિક રીતે વધુ છોલીને બિલકુલ સુંવાળું બનાવાય છે. પછી તેમાં કાપકૂપ કરી પાતળા પાટિયા તૈયાર થાય છે. આ પાટિયાને વિનિયર કહે છે. આવા ત્રણ પાટિયાને એડેસિવ વડે એકબીજા સાથે ચિપકાવી દેવાય છે. લાકડાના પાટિયા લાકડાના ઊભા રેસાના બનેલાં હોય છે. પ્લાયવૂડનું વચ્ચેનું પડ આસપાસના પડના રેસા સાથે કાટખૂણો બનાવે તે રીતે મૂકાય છે. એટલે રેસા ક્રોસ થાય છે અને પાટિયું ચિરાતું કે તૂટતું નથી. કેટલાંક મજબૂત પ્લાયવૂડ પાંચ કે વધુ પડના બનેલાં હોય છે. લાકડાનું સાદું પાટિયું ચીરાઈ જાય છે. ગરમી ઠંડીથી મરડાઈ જાય છે પરંતુ પ્લાયવૂડ આ સંજોગોમાં સલામત રહે છે.

No comments:

Post a Comment